રિપોર્ટ@મોરબી: તો શું પુલ હોનારતમાં મોતનું કારણ નહીં જાણી શકાય ? સરકારે જાહેર કર્યું GR, જાણો એક જ ક્લિકે

 
Morbi GR

અટલ સમાચાર, ડેસ્ક 

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે.  રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અત્યાર સુધી 99 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને તેને પોસ્ટમોર્ટમ કર્યા વીના જ તેમના પરિવારજનો અને સ્નેહીજનોને સોંપવામાં આવી રહ્યા છે. 

આ ગોઝારી દુર્ઘટના પછી હાલ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR બહાર પાડ્યો હતો કે, આ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ થયા છે પણ તે કેવી રીતે થયા તેની પાછળનું કારણ જાણવા નહીં મળે. બહાર પાડેલ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR મુજબ કોઈ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વીના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.  પોસ્ટમોર્ટમ ન થવાને કારણે લોકોના મૃત્યુનું કારણ પણ અકબંધ રહેશે.

મહત્વનું છે કે, ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયોને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આટલી ઊંચાઈથી નદીમાં પડવાને કારણે અનેક લોકો ડૂબ્યાં હશે તો કોઈ નદીમાં રહેલ પથ્થર સાથે અથડાયા હશે તો કોઈને આટલી ઊંચાઈ પરથી પડવાથી હૃદય બેસી જવાને કારણે મૃત્યુ થયું હશે. જોકે આ વાત પર લોકો ખાલી ધારણા જ લગાવી શકે છે. કોઈપણ મૃત વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થયું ન હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકશે નહીં. 

આ તરફ મોરબી દુર્ઘટનામાં 140થી વધુના મોત થયા બાદ હવે આખરે પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે.