ઠૂંઠવાયા@ગુજરાત: ઠંડીનો ચમકારો યથાવત, 6.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર બન્યું આ શહેર

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે પણ ઠંડીનો ચમકારો યથાવત છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો તાપણું કરી રહ્યા છે. આજે 6.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે ડીસામાં 10 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. 

મહત્વનું છે કે, હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ ગઇકાલે જ ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જોકે આજે પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગે ગઇકાલે શું આગાહી કરી હતી ? 

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ગઇકાલે ફરી એકવાર આગાહી કરી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું હતું કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આજે કયા કેટલું તાપમાન નોંધાયું ? 

નલિયામાં 6.1 ડિગ્રી તાપમાન

ડીસામાં 10 ડિગ્રી તાપમાન

ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન

દાહોદમાં 11.6 ડિગ્રી તાપમાન

રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન

અમરેલીમાં 13.8 ડિગ્રી તાપમાન

જૂનાગઢમાં 13.9 ડિગ્રી તાપમાન

ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન

અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન

વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન

જામનગરમાં 14.8 ડિગ્રી તાપમાન

સુરતમાં 18.5 ડિગ્રી તાપમાન