શિયાળો@ગુજરાત: રાજ્યમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ આશરે બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું. નલિયામાં બે દિવસમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું ઠંડું શહેર બન્યું હતું જ્યારે 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું. 

ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું ઠંડું શહેર બન્યું હતું જ્યારે 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં વિવિધ જગ્યાએ 10 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડથીજવી દે આવી ઠંડી પડી રહી છે. ગૂગલ વેધર અપડેટ પ્રમાણે માઉન્ટ આબુમાં બુધવારે સવારે 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મહત્વનું છે કે, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે હિમવર્ષા થવાની સંભાવના છે. આ કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે, પરંતુ ધુમ્મસ ઘટી શકે છે. ભટિંડા અને આગ્રામાં સવારે 5.30 વાગ્યે 0 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ઠંડીની અસર ઓછી નહીં થાય. હવામાન વિભાગે આ મહિને અત્યાર સુધી સતત પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની સ્થિતિ નોંધી હતી, જેમાં 8 જાન્યુઆરીએ સૌથી નીચું લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 15 વર્ષમાં જાન્યુઆરીમાં બીજું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હતું. હવામાન વિભાગે સોમવારે લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ, શનિવારે 2.2 ડિગ્રી સેલ્સિયસ, શુક્રવારે 4 ડિગ્રી અને ગુરુવારે 3 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું.