બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદીને દિલ્હીથી મળી મંજૂરી, જાણો ક્યારે થશે જાહેરાત

 
Congress
અટલ સમાચાર, ડેસ્ક 
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક યોજાઈ હતી. જે પૂર્ણ થતાં કોંગી નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા છે. હવે 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં ઉમેદવાર પસંદગીને લઇને કોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ઔપચારિક સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 
Vav
જાહેરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ ક્યારે તારીખોની જાહેરાત કરશે તેની રાહ જોઈ રહ્યાં છે. બેઠકમાં સોનિયા ગાંધી સહીતના અગ્રણીઑ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Kirti sinh
જાહેરાત
વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. એજ રીતે વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે.