કાર્યક્રમ@અમદાવાદ: કોરોનાની ચિંતા વચ્ચે 31 ડિસેમ્બરથી ફ્લાવર શો શરૂ થશે, જાણો પ્રવેશ ફી કેટલી ?

 
Flower show

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંક્રમણ વકરવાની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફલાવર શો યોજાશે. તો ફ્લાવર શોને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે

ફ્લાવર શો સમયે બપોરે 2 વાગ્યા સુધી અટલબ્રિજ ચાલુ રહેશે. 14 દિવસ સાંજના સમયે અટલબ્રિજ બંધ રાખવામાં આવશે. ફલાવર શો પૂર્ણ થયા બાદ અટલબ્રિજ ફરી શરૂ કરાશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40 થી 45 જેટલા ફ્લાવર્સના સ્કલ્પચર બનાવાયા છે. સાથે જ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.