રિપોર્ટ@અમદાવાદ: પેપર કપના નિર્ણયથી મેયર જ અજાણ ? તો શું હવે આજથી કાર્યવાહી નહીં થાય ?

 
Tee Plastic Cup

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં પ્લાસ્ટિકના કપમાં ચા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અનેક મતમતાંતર જોવા મળતા આખરે નિર્ણય લેવાયો કે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી નહીં થાય. આ તરફ હવે અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ હોવાનુ સામે આવ્યો છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો છે. જોકે હવે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી આવ્યા બાદ નિર્ણય લેવાશે. 

અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પેપર કપ બેન અંગે AMCમાં થયેલા વિવાદનો મામલે વેપારીઓ પર આજથી દંડાત્મક કે સીલની કાર્યવાહી નહીં થાય તેવુ નિર્ણય લેવાયો છે. આજે સોલિડ વેસ્ટની ટીમ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરશે. કમિશનરના જાપાનથી આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ 20 જાન્યુઆરીથી પેપર કપના ઉપયોગ વિના સદંતર બંધની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાણ બહાર નિર્ણય થયો હોવાથી વિવાદ સર્જાયો છે. જેના કારણે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી પાછા આવશે તેના પછી પેપર કપનો ઉપયોગ કરવો કે ન કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. પેપર કપ પ્રતિબંધને લઇ AMC માં થયેલો વિવાદનો મામલે હવે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી નહીં થાય. આજે માત્ર સોલિડ વેસ્ટની ટીમ વિક્રેતાઓને સમજાવવાનો પ્રયાસ કરશે.