સાચવજો@ગુજરાત: IMAએ કહ્યું, આગામી 10 થી 15 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો એક જ ક્લિકે

 
IMA

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યા બાદ દુનિયાના તમામ દેશો એક્શનમાં આવી ગયા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ગુરુવારે ચીનમાંથી ભાવનગર આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ પરિવારના સભ્યોનો રિપોર્ટ કરાતા તેમની પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સંદર્ભે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. હાલ તૈયારીના ભાગરૂપે ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે. દેશમાં કોવિડની સંભવિત લહેરને જોતા એલર્ટ જાહેર કર્યું છે.

 IMA સાથે સંકળાયેલા 3.50 લાખ ડોક્ટરો જો કોરોનાંની સંભવિત લહેર આવે તો લડવા તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું છે. IMA નાં મીડિયા કોર્ડીનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કોરોના અંગે આપણે સૌ કોઈ અવગત છીએ. કોરોનાને ફરી અટકાવવા આપણે મેળાવડા ટાળવા પડશે, માસ્ક પહેરવું પડશે, કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી હોય તો લેવા અપીલ કરી છે. એટલું જ નહીં, કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી, તજજ્ઞની સલાહ લેવા અનુરોધ કર્યો છે.

 

કતારમાં રમાયેલ ફૂટબોલ વર્લ્ડ કપ અને ત્યાં ઉમટેલી ભીડ અંગે વાત કરતા ડોક્ટર મુકેશ મુકેશ્વરીએ જણાવ્યું કે, ભારતમાંથી પણ 50 હજાર લોકો કતારમાં ગયા હતા. કતારમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં જે દેશોએ ભાગ લીધો એમના સમર્થકો લાખોની સંખ્યામાં મેચ જોવા પહોંચ્યા હતા. બ્રાઝિલ, જર્મની, ફ્રાન્સ સહિત આર્જેન્ટિના જેવા દેશોમાં હવે ચીન, અમેરિકા, જાપાન અને કોરિયા બાદ કોરોનાનાં કેસો છેલ્લા કેટલાક સમયથી અચાનક વધ્યા છે, ગઈકાલે કેસોમાં વધારો નોંધાયો છે.