વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં વહેલી સવારથી જ ઠંડીનો પારો ફરી ગગડ્યો, નલિયા 4.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે બંગાળની ખાડીનું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતાં ઠંડા પવનોની પેટર્ન બદલાઇ હતી. જોકે ગુરુવારે રાત્રે નોંધપાત્ર રીતે એક રાતમાં જ તાપમાન 3 ડિગ્રી ગગડ્યું હતું. આગામી 3થી 4 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે છે.
ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. નોંધનીય છે કે , ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે. રાજ્યમાં 15 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ તરફ આગામી 3થી 4 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે છે. તો વળી ફેબ્રુઆરીના અંત કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધી ઠંડી યથાવત રહેશે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 13.8 ડિગ્રીએ પહોચ્યો તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતમાં ગુરુવાર રાત અને શુક્રવાર વહેલી સવારથી જ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમ્યાન આજે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 13.8 ડિગ્રીએ પહોચ્યો છે. આ તરફ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું છે. જોકે ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાપણાનો સહારો લીધો હતો. રાજ્યમાં હજુ પણ ઠંડી વધવાની શકયતા હોવાનું સામે આવ્યું છે.