બ્રેકિંગ@ગુજરાત: આગામી 2 દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે, હવામાને કરી મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાને કહ્યું કે, આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ તરફ રાત્રિના સમયે તાપમાનમાં પણ એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોરમાં થયો ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ થશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં રાહત મળશે.
મહત્વનું છે કે, રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.