દુર્ઘટના@ગુજરાત: માતાજીના દર્શને જતાં ગામલોકોને નડ્યો અકસ્માત, 2 બાળકોના મોત, 15 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક
તાપીના વ્યારાના ચીખલી નજીક ટેમ્પો પલટી જવાની ઘટના બની હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકોને અકસ્માત નડ્યો હતો. દેવલીમાળી માતાના દર્શને જતા સમયે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 2 બાળકોના મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાવમાં આવ્યા છે.
વ્યારાના નાની ચીખલી નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટેમ્પોમાં લોકો દેવલીમાળી માતાના દર્શને જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકો દેવલીમાળી માતાના દર્શન કરવા જઇ રહ્યા હતા. ચાર ટેમ્પોમાં નીકળેલા ગ્રામજનોનો એક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા ઘાયલોને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.