દુ:ખદ@ગુજરાત: પતંગરસિયાઓ ચેતજો, ચાઈનીઝ દોરીએ લીધો યુવકનો ભોગ, પિતાની નજર સામે જ પુત્રનું મોત

 
Chinis

અટલ સમાચાર, ડેસ્ક

ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો કહેર વર્તાઇ રહ્યો છે. ચાઇનીઝ દોરીએ ફરી એક વખત ભોગ લીધો છે. રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલા પિતા-પુત્રનું દોરી આવતાં અકસ્માત સર્જાયો હતો. મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે અકસ્માત થયો હતો. જેમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું. આવામાં સવાલ એ થાય છે કે, આઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેમ તેનું વેચાણ થઇ રહ્યું છે અને તેના વેચાણ મામલે તંત્ર કેમ મૌન છે.

મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલા પિતા-પુત્રને છાલા પાસે અકસ્માત નડ્યો હતો. તેઓ બાઇક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું. ગળમાં દોરી આવી જતાં યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું.