છેતરપિંડી@ગાંધીનગર: બિન સચિવાલય નોકરીના નામે યુવક છેતરાયો, પિતા-પુત્રએ 7 લાખ પડાવ્યા, અંતે FIR

 
Gandhinagar sector 7 police station

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરમાં એક યુવકે બિન સચિવાલયમાં નોકરી મેળવવાની લાલચમાં 7 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જોકે આ ઘટનામાં એ પણ સામે આવ્યું છે કે, ફરિયાદી યુવકના મિત્રએ જ તેની ઓળખાણ આરોપી સાથે કરાવી હતી. જોકે હાલ તો યુવકે આ મામલે ગાંધીનગર સેક્ટર 7માં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગરને એક યુવકને સરકારી નોકરીની લાલચ ખૂબ મોંઘી પડી છે. વાત જાણે એમ છે કે, એક યુવકને તેના મિત્રએ એક અન્ય યુવક સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદમાં આરોપી પિતા-પુત્રએ સરકારમાં લાગવગ કરી બિન સચિવાલયમાં નોકરી અપાવવા માટે યુવકને લાલચ આપી હતી. જેથી યુવકે સરકારી નોકરીની લાલચમાં આરોપીઓને 7 લાખ 48 હજાર રૂપિયા આપ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના યુવક સાથે થયેલ રૂ.7, 48,000 છેતરપિંડી કેસમાં ફરિયાદી યુવકે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ વણઝારા અને નાથુસિંહ વણઝારા (પિતા-પુત્ર) સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.