કાર્યવાહી@રાજકોટ: હોટલમાં ચાલતું હતુ કૂટણખાનું, પોલીસે અચાનક પહોંચી 8 વ્યક્તિની અટકાયત કરી

Rajkot

રાજકોટમાં 31મી ડિસેમ્બરને લઇ યુવાનોમાં દારૂનું અને ડ્રગનું સેવન કરવાનું ચલણ વધ્યું હોય પોલીસે શહેર આસપાસના પાર્ટી પ્લોટ, હોટેલો તેમજ બંગલાઓમાં ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે શહેરના એસ.ટી. બસપોર્ટ પાછળ રજપૂતપરામાં આવેલી હોટેલ હિલ સ્ટોનમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મહિલા પોલીસ મથકને મળી હતી. જેના આધારે ગુરુવારે સાંજે દરોડો પાડવામાં આવતા હોટેલ સંચાલક સહિતના શખ્સો ગભરાઇ ગયા હતા. અને ગ્રાહક પાસેથી 2 હજાર લઈ યુવતિને 1 હજાર આપી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની હકીકત સામે આવતા પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot

શહેરના એસ.ટી. બસપોર્ટ પાછળ રજપૂતપરામાં આવેલી હોટેલ હિલ સ્ટોનમાં કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવતા પોલીસે હોટેલમાં તપાસ કરતા ત્યાંથી ચાર યુવતી મળી આવી હતી. દરોડા સમયે યુવતી કે હોટેલ સંચાલક સહિતના શખ્સોએ મગનું નામ મરી નહિ પાડતા ચાર યુવતી અને હોટેલના સંચાલક સહિત આઠ શખ્સની અટકાયત કરી મહિલા પોલીસ મથક લઇ જવાયા હતા. સકંજામાં લીધેલા ચારેય શખ્સની આકરી પૂછપરછ કરતા તેઓએ કૂટણખાનું ચલાવતા હોવાની કબૂલાત આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશેષ પૂછપરછમાં ચારેય યુવતી પાસે દેહવ્યાપાર કરાવતા હતા. મિત્ર વર્તુળોમાં મોજમજા કરવા આવતા લોકોને હોટેલના રૂમમાં વ્યવસ્થા કરાવી તેમની પાસેથી રૂ.2 હજાર વસૂલ કરતા હતા. જેમાંથી યુવતીઓને રૂ.1 હજાર આપતા હોવાની કેફિયત આપી છે. મહિલા પોલીસે હોટેલના સંચાલક સહિત ચારેય શખ્સ અને ચારેય યુવતીને એ ડિવિઝન પોલીસ હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે કેટલા સમયથી કૂટણખાનું ચલાવતા હતા તે સહિતની વિગતો બહાર લાવવા માટે ચારેય શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.