બ્રેકિંગ@ગુજરાત: ઉત્તર ગુજરાતના આ ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બની શકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતની થરાદ બેઠકના ધારાસભ્ય શંકર ચૌધરી વિધાનસભાના નવા અધ્યક્ષ બની શકે છે. આ સાથે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ બની શકે છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પપદે અનુક્રમે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડને પદ સોંપાઈ શકે છે. આ તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે. જેમાં અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી- થરાદ અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ-શહેરાનું નામ નક્કી કરાયું છે.
આ તરફ આજે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરે ચાર્જ સંભાળ્યો હતો. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. પૂજા-પાઠ કરીને ડિંડોરે ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો. કુબેર ડિંડોરને શુભેચ્છા પાઠવતા મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કુબેર ડિંડોર રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે.