આનંદો@ગુજરાત: આ ડેરીએ આપી પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદ ભાવમાં વધારો

 
Amul

અટલ સમાચાર, ડેસ્ક

અમૂલ સાથે સંકળાયેલ પશુપાલકો માટે સારા સમાચાર છે. નવા વર્ષની શરૂઆતમાં અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધના ખરીદ ભાવમાં અમૂલે 1 કિલો ફેટમાં રૂ20નો વધારો કર્યો છે. 1 કિલો ફેટના 780 રૂ બદલે હવે નવો ભાવ 800 રૂ અપાશે.

Amul Dairy

અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટમાં રૂ20નો વધારો કર્યો છે. 1 કિલો ફેટના 780 રૂ બદલે હવે નવો ભાવ 800 રૂ અપાશે. તેમજ ગાયના દૂધના પ્રતિકીલો ફેટે 9.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગાયના દૂધનો જૂનો ભાવ 345.50 જે હાલ 354.60 થયો છે. પ્રતિ માસ 11થી 12 કરોડથી વધુ બોજો આ ભાવ વધારાથી અમુલને પડશે. તમને જણાવી દઈએ કે, નવો ભાવ 1 ડિસેમ્બરથી અમલવારી કરાશે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પશુપાલકોને મોટો ફાયદો થશે.

નોંધનીય છે કે, મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે. આ પહેલા બનાસ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.30નો વધારો કર્યો હતો, પહેલા પ્રતિ કિલો ફેટ પર રૂ.760 ચૂકવવામાં આવતા હતા જે હવે રૂ.790 ચૂકવાશે, ચાલુ વર્ષમાં સતત ચોથીવાર ખરીદ ભાવમાં વધારાથી પશુપાલકો ખુશ-ખુશ થઈ ગયા હતા.