રાહત@અમદાવાદ: હવે ટ્રાફીક ફ્રી બનશે આ હાઇવે, મુખ્યમંત્રીના હસ્તે અંડરપાસ ખુલ્લો મુકાયો

 
Vaishnodevi Circle

અટલ સમાચાર, અમદાવાદ 

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ પાસેના અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું. આ અંડરબ્રિજ ખુલ્લો મુકાતાં ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંડરબ્રિજના લીધે સરળ અને ટ્રાફિક ફ્રી એસ જી હાઇવેના ઇન્ફ્રાષ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે. AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.

Bhupendra Patel

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી સ્વામીનારાયણ સમુદાયના શતાબ્દી મહોત્સવની શરૂઆત ત્યારે અંડરપાસ આર્શિવાદ સમાન સાબિત થશે. એક મહિના સુધી ચાલનાર આ મહોત્સવ દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ટ્વીટ કરી સરદાર પટેલ રીંગરોડ પર ટ્રાફીક પરિવહન ધીમો રહેવા અંગે જાણકારી આપી છે. ઓગણજ સર્કલ થઇ વૈષ્ણોદેવી સર્કલ તેમજ તપોવન સર્કલથી એરપોર્ટ સુધી ટ્રાફિકની અસર રહી શકે છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને લઇને ભીડ વધવાની હોવાથી કર્યા વાહનચાલકોને સચેત એરપોર્ટ જવા માંગતા મુસાફરોને જરૂરી આયોજન કરવા પણ સુચના આપવામાં આવી છે.