નડિયાદઃ ગણેશજીનો મંડપ બનાવતા ત્રણ યુવકોને કરંટ લાગતા 2ના મોત, એકને ઇજાઓ પહોંચી
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

નડિયાદમાં પીજ રોડ પર આવેલ ગણેશ પંડાલમાં દુર્ઘટના બની છે. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા છે. ગણેશ ભંડારમાં ડેકોરેશન કરવા આવેલા બે યુવાનના મોત થયા છે.  ડેકોરેશનના માલિકને ના પાડવા છતાં પણ માલિક દ્વારા કામ કરાવવામાં આવ્યું.

નડિયાદના પીજ રોડ  ગીતાંજલી ચોકડી નજીક આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે  અચાનક 11 કે.વી.નો વાયર માથાના ભાગે અડકી જતાં બની ધટના. હાલ બન્ને યુવકો ના મૃતદેહ ને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા.  જ્યાં સુધી યુવાનોને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર.

રાજકોટઃ શહેરમાં મક્કમ ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે બાઇક હડફેટે લેતા બેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે. રાજકોટના ગોંડ રોડ પર મક્કમ ચોક પાસે ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને લીધું હડફેટે. બાઇક ચાલક બન્નેના મોત નીપજ્યા છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.