વિજયાદશમી@ગુજરાત: આજે ઠેર-ઠેર રાવણદહનના કાર્યક્રમોનું આયોજન, ફાફડા-જલેબી લેવા લોકોની લાંબી લાઇનો

 
fafada-jalebi-01

અટલ સમાચાર, ડેસ્ક 

નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય છે.  દશેરાના દિવસે ઠેર ઠેર રાવણને દહન કરવા માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે શમીપૂજન, શસ્ત્રપૂજા જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે એટલે આજે વિજયાદશમી મનાવવામાં આવે છે. સુરત શહેરમાં રાવણદહનની તૈયારીયો ચાલી રહી છે. કેમકે પૌરાણિક કથાઓનાં હિસાબે આજે સત્યની વિજય થઈ છે.  અને અસત્યનો પરાજય. અમદાવાદ શહેરમાં ફાફડા જલેબીની જયાફત અને હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરાય છે. તો રાજકોટમાં લોકો એકબીજાનો મોં મીઠું કરાવી વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી કરતા હોય છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આજે રાજ્ય સહીત દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ દરમિયાન તમામ શહેરોમાં મીઠાઈ,  ફરસાણ આરોગી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેથી ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે ભીડ ઉમટતી હોય છે. તેવામાં આ વર્ષે મોંઘવારીનો ડામ લાગતા ગત વર્ષની સરખામણીએ મીઠાઈ- ફરસાણના ભાવ 20 થી 30 ટકા સુધીના વધ્યા છે. 

તેલના ભાવમાં વધારો થતાં ભાવ વધ્યા છે. હાલ બજારમાં ફાફડા 650થી 800 અને જલેબી 700થી 960ના કિલોના ભાવમાં વેચાઈ રહી છે. બીજી તરફ અમદાવાદમાં ફાફડા-જલેબીમાં ભાવ વધારો હોવા છતા અત્યારથી જ લોકો લાઇનમાં લાગી ગયા છે. બીજી બાજુ રાજકોટમાં પણ વિજયાદશમી પહેલા મીઠાઈ ખરીદવા લોકોની પડાપડી થઇ રહી છે અને વિજયાદશમી નિમિતે બજારમાં પણ અવનવી મીઠાઈ આવી ગઇ છે. રાજકોટની બજારમાં 500 રૂપિયાથી માંડીને 10 હજાર સુધીની મીઠાઈ વહેંચાઈ રહી છે. ડેરીમાં મીઠાઈ ખરીદવા લોકોની જબરી ભીડ જામી છે. 

મહત્વનું છે કે, હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણ વગર બધાને તહેવારો અધૂરા લાગે છે. જો કે સ્વાદ રસિકો તો તહેવાર અગાઉથી જ મીઠાઈની દુકાનો પર લાઈનમાં ઊભા રહી જાય છે.અમદાવાદ મહાનગર પાલિકાનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. ફૂડ વિભાગ ખાણી પીણી એકમોમાંથી સેમ્પલ લઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઓસ્વાલ ફાફડા જલેબી સહીતના એકમો પર થી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મીઠાઈ ઉત્પાદકોમાં ફફડાડ વ્યાપી ગયો છે. તો આ તરફ રાજકોટના મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ગાયત્રીનગર  વિસ્તારમાં આવેલી અનેક ફરસાણની દુકાનોમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું હતું ,કે મીઠાઈમાં સ્ટાર્ચ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.