દુર્ઘટનાઃ રાજ્યમાં અલગ અલગ ચાર અકસ્માતોમાં 4 લોકોના કરૂણ મોત થયા

વડોદરામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના મોત થયા, તો લીંબડી અમદાવાદ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક અને મહીસાગરમાં થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 
 
બનાવ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં અલગ અલગ ચાર અકસ્માતોમાં ચાર લોકોના મૃત્યુ થયા છે.વડોદરામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના મોત થયા, તો લીંબડી અમદાવાદ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક અને મહીસાગરમાં થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

વડોદરા : ડભોઇમાં  હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત 
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં બોરીયાદ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં એક યુવકનું મોત થયું છે. ડભોઇ ક્રિકેટની ટ્રેનિંગ લેવા ગયેલા યુવાનના એક્ટિવને  બોરીયાદ નજીક હાઈવા ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 
મૃતક યુવકનું નામ કુશ અને તે  શિનોર તાલુકાના હંડોદ ગામે સ્વામીનારાયન મંદિરનો હોવાનું સામે આવ્યું છે. 

વડોદરા : વાઘોડિયામાં  હિટ એન્ડ રનની ઘટનામાં એક બાળકનું મોત 
વડોદરાના વાઘોડિયામા હિટ એન્ડ રનની ઘટના બનતા અકસ્માતમા એક બાળકનુ મોત નિપજ્યુ હતુ.પરિવારમાં નાનાપુત્રને ચાલવાની તકલીફને લઈ બોડેલી દવા લઈ માતાપિતા બે સંતાનોને લઈ પરત ફરતા હતા ત્યારે વાઘોડિયાના ઘિરજ હોસ્પીટલ સામે અકસ્માત નડ્યો હતો.વડોદરા તરફથી એક કાર ચાલકે બેફામ કાર હંકારી રોડ વચ્ચેનુ ડિવાઈડર તોડી રોડની બીજી સાઈટ પર બાઈક લઈ આવતા પરિવાર પર ચઢાવી દેતા માતાપિતા સહિત બે સંતાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માતમા કારનો આગળનો ભાગ તથા બાઈકનો ખુર્દો બોલી ગયો છે.ગંભીર રીતે ઘાયલોમે  હોસ્પીટલમા સારવાર ખાતે ખસેડતા 9 વર્ષના પારસ વસાવા નામના બાળકનું  મોત નિપજ્યુ હતુ.જયારે પિતા નરેન્દ્રભાઈ, માતા  ઊષાબેન તથા ત્રણ વર્ષનો નાનો પુત્ર  વંશ હાલ જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.આ અકસ્માતમા 9 વર્ષના પારસનુ ટુંકી સારવારમા મોત નિપજ્યુ છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

 
લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયા ગામ નજીક અકસ્માત એક વ્યક્તિનું  મોત નિપજયું છે. કટારીયા અને ટોકરાળા વચ્ચે હાઈવે પર  અજાણી ટ્રાવેલ્સે કારને ટક્કર મારતાં 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને એક વ્યક્તિનુ મોત નિપજયું હતું.  ઈજાગ્રસ્તને 108 દ્દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મહિસાગરમાં અકસ્માતમાં એકનું મોત 
મહિસાગરમાં વિરણીયા ચોકડી પાસે એક્ટિવા ડિવાઇડર સાથે અથડાયું, જેમાં આશાસ્પદ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટના સર્જાતા લોકોન  ટોળા ઘટના સ્થળે ઉમટ્યાં હતા. 
અકસ્માત સર્જાતા 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.