જામનગરઃ સગર્ભા અને તેના બાળકને બાઈકે અડફેટે લેતા બેના કરૂણ મોત, પરિવારમાં માતમ
dhegam

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં અકસ્માતના બનાવ  સિલસિલો યથાવત છે. તેવામાં જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સગર્ભા અને તેના બાળકને બાઈકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે. એક સાથે બબ્બે સંતાનોના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. 

 


દ્વારકાઃ  ઓખા મઢી નજીક ભીમરાણા પાસે કાર અકસ્માતમાં બેના મોત થયા છે. પોરબંદર તરફથી આવતી કારે બંધ પડેલ કારને અથડાવી  દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રાહદારી સહિત બેનાં મોત નીપજ્યા છે. બંને મૃતદેહો દ્વારકા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.