રિપોર્ટ@ગુજરાત: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં એકસાથે 12 જેટલા અધિકારીની બદલીના આદેશ

 
Gujarat

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એક વખત બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વ્યાપક ફેરફારો કરાયા છે. રાજ્યભરના 12 જેટલા અધિકારી કર્મચારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરાયા છે.

Gujarat

સરકાર દ્વારા નવ નાયબ કલેકટર અને બે મામલતદાર એમ કુલ 11 અધિકારીઓને મહેસુલી તપાસ કચેરી ગાંધીનગરના હવાલે હંગામી ધોરણે મુકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ અધિકારીઓ નિમણૂકની રાહ જોઈ રહ્યા હતા તેઓની નિમણૂક હંગામી ધોરણે કરાઈ છે.