કલેક્ટર@ગુજરાત: દંપતિના કિસ્સામાં મહેસાણા કલેક્ટરની બદલી, નર્મદા નિગમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જવાબદારી

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના કલેક્ટર ઉદિત અગ્રવાલની આજે બદલી કરવામાં આવી છે. ઉદિત અગ્રવાલને કેવડીયા SOUના ચીફ એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. આ સાથે ઉદિત અગ્રવાલને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સરદાર સરોવર નર્મદા નિગમનો વધારાનો ચાર્જ સોંપાયો છે. મહત્વનું છે કે, હવે મહેસાણાના નવા કલેક્ટર તરીકે હાયર એજ્યુકેશનના ડિરેક્ટર એમ. નાગરાજનની નિમણૂક કરાઇ છે. 

રાજકોટ મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ મહેસાણાના કલેકટર ઉદીત અગ્રવાલની કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં ચીફ એડમીનીસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હાયર એજયુકેશનના ડીરેકટર એમ.નાગરાજનને મહેસાણાના કલેકટર તરીકે નિયુક્ત કરાયા છે.

સૂત્રો મુજબ અને અનેક મીડિયા અહેવાલો મુજબ ઉદીત અગ્રવાલના ધર્મપત્ની શ્વેતાબેન ટીવોટીયા જે અગાઉ રાજકોટમાં પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા હતા તેઓની નર્મદા જિલ્લાના કલેકટર તરીકે બદલી થઈ હતી. આ આઈએએસ યુગલ સાથે રહી શકે તે માટે રાજય સરકારે ઉદીત અગ્રવાલને હાલ નર્મદાના કેવડીયા ચીફ એડમિનિસ્ટ્રેટર SOU તરીકે સીંગલ ઓર્ડરથી બદલી કરી છે.