ઘટના@સુરત: ATM તોડવામાં ભારે મહેનત કરી પણ મળી નિષ્ફળતા, જાણો પછી શું થયું ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતનાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એટીએમ મશીનને તોડવાના પ્રયાસની એક ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને ATM મશીન તોડવાનો પ્રયાસ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા છે. જોકે આરોપીઓ પૈસાની એવી તો કઈ જરૂરિયાત હતી જેને લઈને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને આ તોડવા માટે ન વિચાર અને સાધન ક્યાંથી આવ્યા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે

 

સુરતના પાંડેસરા વિસ્તારના વડોદર ગામમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના ATMમાં તોડફોડ કરી ATMમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ બે ઈસમો દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી પાંડેસરા પોલીસને મળી હતી. તેથી પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા ATMમાં તોડફોડ કરી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કરનારા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

વિગતો મુજબ આ બંને ઈસમોના નામ ધીરુસિંગ રાજપૂત અને સંજીવ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ધીરુસિંગ પાંડેસરાના વડોદ ગામમાં આવેલી સાંઈ મોહન સોસાયટીમાં રહે છે અને તે મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. બીજો આરોપી સંજીવ પાંડેસરાના વડોદ ગામમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહે છે અને તે પણ મધ્યપ્રદેશનો રહેવાસી છે. પાંડેસરા પોલીસની સતર્કતાના કારણે આ બંને ઇસમો ATMમાંથી પૈસા ચોરી કરીને ભાગે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બંને ઈસમો ATMમાં તોડફોડ કરતા હોવાના CCTV ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે. હાલ પાંડેસરા પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે કે, આરોપીઓએ અગાઉ આ પ્રકારે સુરત શહેરમાં કે અન્ય જગ્યાઓ પર ચોરીની કે પછી અન્ય કોઈ ક્રાઈમની ઘટનાઓને અંજામ આપ્યો છે કે, નહીં અને કોઈ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ નોંધાયો છે કે નહીં.