હડકંપ@સાબરકાંઠા: પોલીસકર્મી જ બન્યા બુટલેગર, 35 હજારના દારૂ સાથે બે જવાન ઝડપાયા

 
SOG SABARKANTHA

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠામાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ SOGએ બાતમી આધારે રણાસણ પાસે સ્કોર્પિઓ કાર રોકી તપાસ કરતા દારૂ ઝડપાયો હતો. SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે, આ કારમાં આરોપી પોલીસ કોન્સ્ટેંબલ મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી દારૂ ખરીદી બુટલેગરને પહોંચાડી રહ્યો હતો. 

સાબરકાંઠા જિલ્લાના રણાસણ પાસેથી SOGની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારુની હેરાફેરી કરતા ઝડપાયો હતો. જેમાં 35 હજારનો દારુનો જથ્થો ગાંધીનગરના હાલીસા ગામે બુટલેગરને પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી સહિત ચાર જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોલીસકર્મી રોહિત ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. જ્યારે વિજય પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.