દુર્ઘટના@રાજકોટ: રખડતા ઢોરનો આતંક યથાવત, બે મહિલા પોલીસને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, ત્યારે તાજેતમાં જ પાટણમાં એક જ રખડતા ઢોરના ત્રાસની ઘટના સામે આવી હતી જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી હતી. તેવામાં હવે રાજકોટમાં પણ રખડતા ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. રખડતા ઢોર છાશવારે રાહદારીઓને ઢીંકે ચડાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ શહેરમાં રસ્તે રઝડતા પશુઓને ડબ્બે પુરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે તેને પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે.

રાજ્યમાં અનેક લોકો રખડતા ઢોરની ઢીંકે ચડે છે ત્યારે શહેરના પોલીસકર્મી જ તેનો ભોગ બન્યા છે. ગાયે 2 મહિલા પોલીસને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂરી કરીને મહિલા પોલીસકર્મીઓ ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે બની હતી. ગાયે મહિલા પોલીસને ઢિંક મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે બાદ તેમને સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.