સુરત: ગટરમાંથી કાઢવામાં આવતા કચરામાંથી સોનુ શોધવાની લાલચે 2 યુવકોના ગૂંગળાઇ જવાથી મોત

ફાયર વિભાગે આ યુવાનોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, યુવાનોના કરુણ મોત થયા છે. આ મામલે પોલીસે અને મનપા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 
surat

અટલ સમાચાર, ડેસ્ક


સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર છે. ત્યારે સુરતમાં સૌથી મોટો ધંધો છે હીરાનો સાથે હીરાને કારણે સોનાની જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ પણ જોરશોરમાં ચાલી રહ્યો છે. સુરતના સીટી વિસ્તાર એટલે કે, અંબાજી રોડ વિસ્તારમાં સૌથી વધારે સોનાની ભઠ્ઠીથીઓ આવેલી છે. સુરત શહેરમાં કેટલાક યુવાનો આ સોનાની ભઠ્ઠીઓ અને હીરા બજાર વિસ્તારમાંથી નીકળતો કચરો એકત્ર કરી તેમાંથી સોનાની રગ્સ અને હીરા શોધીને તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. સોનું ગાળવાનું સૌથી વધારે કામ સુરતના અંબાજી રોડ પર હોવાને લઈને રાત્રી દરમિયાન કેટલાક યુવાનો આ વિસ્તારમાં આવેલી રેન્જની ડ્રેનેજમાં રહેલો કચરો એકત્ર કરી તેને સાફ કરી સોનુ મેળવતા હોય છે.

 સીટી વિસ્તારમાં આવેલી સોનાની ભઠ્ઠીઓમાંથી નીકળતો કચરો ગટરમાં નાખવામાં આવતો હોય છે. ત્યારે કેટલાક યુવાનો આ ગટરમાં ઉતરીને આ કચરામાંથી સોનાનો પાવડર શોધવાનું કામ કરતા હોય છે. ગટરમાંથી કાઢવામાં આવતા કચરામાંથી સોનુ શોધી આ યુવાનો પરિવારનું ગુજરાન કરતા હોય છે. ત્યારે આ કામ માટે ગટરમાં ઉતરેલા બે યુવાનોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે ગટરમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે આ યુવાનોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, યુવાનોના કરુણ મોત થયા છે. આ મામલે પોલીસે અને મનપા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
રે ગતરોજ રાત્રે આ જ પ્રકારે બે યુવાનો સોનું શોધવા માટે ગટરમાં ઉતર્યા હતા. આશરે રાત્રે બે વાગે, ઉતરેલા બન્ને યુવાનો ત્રણ વાગ્યાની આજુબાજુ મોટરમાંથી કચરો તો બહાર કાઢો પણ તેમનાથી બહારના નીકળતા બુમાબુમ કરવા લાગ્યા હતા.જેને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કર્યુ હતુ. આ બંને યુવાનોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવાનનું મોત થયું હતું.