વિડીયો@સુરત: 'બાપના બગીચા'માં ઘુસી બેકાબૂ ગાડી, ચાની ચૂસ્કી લેતાં લોકોને લીધા અડફેટે, જુઓ CCTV

અટલ સમાચાર, ડેસ્ક
સુરતના છેવાડે આવેલા સારોલી નજીક એક બોલેરો ગાડી બેકાબુ બની હતી અને નજીકમાં આવેલી ચાની દુકાનમાં ઘુસી ગઇ હતી. જોકે, દુકાનમાં બેઠેલા લોકોને આ ગાડીએ અડફેટે લેતાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે આ મામલે ડ્રાઇવરને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના સારોલી ગેટ પાસે આવેલી બાપના બગીચા નામની ચાની દુકાનમાં કેટલાક લોકો ચા પીવા બેઠા હતા, ત્યારે ત્યાંથી પસાર થતી એક બોરેલો ગાડીના ડ્રાઈવરે ગાડીના સ્ટેરીંગ પરનું નિયંત્રણ ગુમાવી બેસતાં અચાનક આ ગાડી ચાની દુકાનમાં ઘુસી ગઇ હતી. જેને લઇને દુકાનમાં બેઠેલા તમામ લોકોને અડફેટે લીધા હતા. જ્યારે ડ્રાઇવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. ગાડી દુકાનમાં પ્રવેશતાની સાથે દુકાનમાં બેઠેલા 3 કરતાં વધુ લોકોની ઈજા થતાં તેમને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
વિડીયો@સુરત: 'બાપના બગીચા'માં ઘુસી બેકાબૂ ગાડી, ચાની ચૂસ્કી લેતાં લોકોને લીધા અડફેટે, જુઓ CCTV#Surat pic.twitter.com/grgk6jh8UT
— Atal Samachar (@AtalSamachar) December 19, 2022
સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. અકસ્માતને લઈને થોડાક સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગાડીના ડ્રાઇવરને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે જે જગ્યા પર અકસ્માત થયો છે તે રસ્તે વાહનો સુરતમાં પ્રવેશતા હોય છે અને સૌથી વધારે ટ્રાફિકનું ભારણ પણ આ રસ્તા પર જોવા મળતું હોય છે.