બેરોજગારીઃ ગુજરાતમાં માત્ર 3400 તલાટીની જગ્યાઓ માટે 17 લાખ અરજી કરવામાં આવી

તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની આ સંખ્યા શું સૂચવે છે? શું ખરેખર ગુજરાતમાં નોકરીઓની ભરપૂર તકો છે? જો જવાબ હા હોત તો આજે આ દશા ન આવી હોત.
 
 Jobs

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે તેવા દાવા અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા કરાતા હતા. ત્યારે આ દાવા પોકળ સાબિત થયા છે. આજકાલ સરકારી કર્મચારી બનવાની ઈચ્છા દરેક યુવાનને હોય છે. આજે ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષા આપનાર યુવાનોની સંખ્યા લાખોમાં છે. જ્યારે નોકરીની બેઠકોની સંખ્યા માત્ર ચાર આંકડામાં છે, ગુજરાતમાં આ ઘેલછા જેવી તેની નથી.

તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની આ સંખ્યા શું સૂચવે છે? શું ખરેખર ગુજરાતમાં નોકરીઓની ભરપૂર તકો છે? જો જવાબ હા હોત તો આજે આ દશા ન આવી હોત.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જેવી સરકારી નોકરીની જાહેરાત પડે કે લાખો અરજીઓ થતી હોય છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજીઓ કરવામાં આવી છે. જેના આંકડા આજે અમે તમને આપી રહ્યા છીએ. તલાટીની 3,400 જગ્યા સામે લાખો યુવાનોએ અરજી કરી છે. 3,400 જગ્યા માટે 17 લાખ અરજી કરાઈ છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.
 

એટલું જ નહીં, તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે. નહીં તો આ આંકડો ક્યાં જઈ પહોંચે તે તમે વિચારી શકો છો. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં તલાટીની પરીક્ષા યોજાવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં હવે શિક્ષિત બેરોજગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સરકારી નોકરી મળવીને લાઈફ સેટ કરવાનું દરેક યુવાનનું સપનું હોય છે, પણ આ નોકરી મેળવવી એ ખાવાનો ખેલ નથી. ખાંડાનો ખેલ છે. શા માટે સરકારી નોકરી મેળવવા માટે આટલું ઝઝૂમવું પડે છે? હાલ રાજ્યમાં તલાટીની ભરતી ચાલી રહી છે. રાજ્યમાં ઘણાં એવા યુવાનો છે કે જેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી નોકરી મેળવવા માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે પરંતુ, કોરોનાની મહામારીના કારણે યુવાનો ચિંતામાં મુકાયા છે.

નોંધનીય છે કે, સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારની સાથે-સાથે તેનો પરિવાર અને ભવિષ્યના પ્લાન પણ જોડાયેલા હોય છે. એક કરતા વધુ વર્ષો સુધી તૈયારી કરતા ઉમેદવારને લગ્નનું દબાણ, કમાણીના સ્ત્રોત, પ્રાઈવેટ નોકરી અથવા બિઝનેસમાં પરત ફરીશું તો શું કરીશું? જેવા પ્રશ્નો સામે પણ સતત લડતા રહેવું પડે છે. જ્યારે પરીક્ષા રદ થાય ત્યારે ઉમેદવારોના સપના તૂટતા હોય છે. જેટલા વર્ષો તૈયારીમાં પસાર થાય ત્યાં સુધીમાં નવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પણ મેદાનમાં હોય છે અને સામે મોંઘવારી પણ વધતી જાય છે. અંતે તો જે સરકારી નોકરી મેળવે તેને જ માન મળે છે.