વાતાવરણ@ઉ.ગુ.: બનાસકાંઠા અને પાટણમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે. 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શકયતા છે. બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે, જેના કારણે કોલ્ડવેવ રહેશે. 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3થી 4 ડિગ્રી તાપમાનમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા કચ્છમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.