વરસાદ@અમદાવાદ: કડકડતી ઠંડી વચ્ચે બપોરે માવઠું, હવામાને કરી હતી આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના વાતાવરણમાં ગઇકાલે મોડીરાતથી જ પલટો આવ્યો છે. મોડીરાતથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જે બાજે આજે શનિવારે બપોરે અમદાવાદ શહેરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના નારોલ, અસલાલી, લાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
મદાવાદના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે શહરેના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વટવા, નારોલ, લાંભા, રામોલ, મણીનગરમાં વરસાદ પડ્યો છે. ઈસનપુરમાં બપોરે માવઠું પડ્યું છે. આજે સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ હતું, ત્યારે બપોરે વરસાદ ખાબક્યો છે.
બીજી બાજુ ઈસનપુરમાં સમૂહલગ્ન દરમિયાન વરસાદ થતા દોડધામ મચી હતી. સવારથી સુસવાટાભર્યા પવન વચ્ચે બપોરે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહ લગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ જોવા મળી હતી.