દુર્ઘટના@આણંદ: રેલવે ટ્રેક ઓળંગતી વખતે વંદે ભારત ટ્રેનની ટક્કરથી મહિલાનું કમકમાટી ભર્યું મોત, પરિજનો શોકમગ્ન

 
Vande Bharat

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન પાસે મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી એક 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. તેમણે કહ્યું કે અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો છે. તેમણે કહ્યું કે, મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી, તે મહિલા અમદાવાદમાં રહેતી હતી પીટર આણંદમાં એક તેના સંબંધીને મળવા જતી હતી.

ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી તેમજ વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા હતા જેમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીલક્ષી ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યાં હતા. જોકે પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સોમવારે બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ટ્રેક પર ઢોર મારવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ઢોર મારવાના ત્રણ બનાવો બન્યા છે. 29 ઑક્ટોબરે ગુજરાતના વલસાડમાં અતુલ સ્ટેશન નજીક સવારે 8.30 વાગ્યે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન સાથે એક ગાય અથડાઈ હતી, જેનાથી એન્જિનના કવરને નુકસાન થયું હતું. આ પહેલા 7 ઓક્ટોબરે ગુજરાતના આણંદ નજીક ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે એક ઢોરને ટક્કર મારી હતી. એક દિવસ અગાઉ એટલે કે 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે મુંબઈથી ગાંધીનગર જતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર ભેંસોના મોત થયા સમાચાર સામે આવ્યા હતા.