દુ:ખદ@દેશ: બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેએ 80 વર્ષે પુણેમાં લીધા અંતિમ શ્વાસ

 
Vikram Gokhale

અટલ સમાચાર, ડેસ્ક 

બોલિવુડે એક ઉમદા કલાકાર ગુમાવ્યાં છે. હમ દિલ દૈ ચૂકે સનમમાં ઐશ્વર્યાના પિતાની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા વિક્રમ ગોખલનું 80 વર્ષની વયે પુણેમાં અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને પુણેની હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેના નિધનની અફવા ફેલાઈ હતી ત્યારે તેમની પુત્રીએ ટ્વિટ કરીને નિધનને અફવાને રદિયો આપતા કહ્યું હતું કે તેમના પિતા હજુ જીવે છે. 


વિક્રમ ગોખલેએ 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ હતું પરવાના. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

વિક્રમ ગોખલેએ બોલીવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાની કાબેલિયત સાબિત કરી હતી. આ દિગ્ગજ અભિનેતાએ માત્ર 26 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે 1971માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે હતી.