બ્રેકિંગ@દેશ: વિજય રૂપાણીને મળી શકે છે મોટી જવાબદારી, ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો વિગત

 
Vijay Rupani

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીને લઇ કમુરતા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે. મહત્વનું છે કે, 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જેને લઈ હવે લોકસભા ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જોકે અહી ગુજરાત માટે મોટા સમાચાર એ છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. 

આગામી 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જોકે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવામાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને નરેન્દ્રસિંહ તોમરનું નામ સૌથી આગળ છે. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારમાં પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તરણ થઇ શકે છે. જેમાં ગુજરાતના કેટલાક ચહેરાઓને પડતા મુકાઈ શકે છે. તો સામે કેટલાક નવા ચહેરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

મહત્વનું છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ રાજ્યના પ્રભારી બનાવાયા છે. થોડાક સમય અગાઉ જ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ આ મોટી જવાબદારી આપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. આ તરફ હવે આગામી 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જેને લઈ હવે સંભવિત રીતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે.