આગાહી@ગુજરાત: ઉત્તરાયણના દિવસે પવનને લઈ હવામાન વિભાગે શું કહ્યુ ? જાણો એક જ ક્લિકે

 
Uttrayan

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. આ સાથે 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે, હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. 

ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ ઠંડીમાં આંશિક રાહત મળ્યા બાદ હવે હવામાન વુભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે. જેને લઈ પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી કરી છે. જેમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોરમાં થયો ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ થશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં રાહત મળશે.