આગાહી@ગુજરાત: હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં બે ત્રણ-દિવસથી કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ત્યારે ઠંડીને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. જ્યારે આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે. આ સાથે જ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ અનુસાર, હાલમાં કોઈ માવઠાની આગાહી નથી.

બીજી બાજુ, રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી રાજ્યમાં ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. કેમ કે, હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું.

નવા વર્ષે ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતા. દિવસભર ઠંડા પવન ફંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. જેના લીધે પારો ગગડ્યો હતો. અમદાવાદમાં તાપમાન ઘટીને 13 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે નલિયામાં 6.2 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, જૂનાગઢમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારે વિવિધ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

કડકડતી ઠંડીના લીધે દિવસ દરમિયાન પણ લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા. સાથે જ લોકો સવારથી જ ગરમ કપડામાં લપેટાયેલા રહ્યા અને રાત્રે તાપણા કરતાં જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ પવન ફૂંકાતા અને ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે. નવા વર્ષમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. નવા વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. આમ, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.