સંસ્કૃતિ@હાઇકોર્ટ: પુત્રીને પરેશાન કર્યાના કેસમાં જસ્ટિસે જામીન અરજી ફગાવતાં પુરાણોની વાત કહી, જાણો રસપ્રદ નિર્ણય

 
High Court

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઈકોર્ટમાં પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચારાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, 12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાની જામીન અરજીની સુનાવણી કરતી વખતે પિતાની અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે, પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે. 

12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાએ હાઇકોર્ટમાં જમીન અરજી મૂકી હતી. જોકે સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે મનુસ્મૃતિ અને પદ્મ પુરાણના શ્લોકોથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જમીન અરજી રદ્દ કરી હતી. આ સાથે કહ્યું હતું કે, દીકરી પિતાને રક્ષક સમજે છે. જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે. આ દરમ્યાન ગુજરાત હાઈકોર્ટમાં પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચારાયા હતા. 

શું હતો સમગ્ર મામલો ? 

વાત જાણે એમ છે કે, એક 12 વર્ષની દીકરી સાથે તેના જ પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં આરોપી પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે બાદમાં ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચાર્યા હતા. જેમાં કહ્યું હતું કે, એક દીકરી પોતાના પિતાને રક્ષક સમજે છે. પરંતુ જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પિતાની અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો.