ઘટના@પંચમહાલ: કાલોલ પંથકમાં 3 ખેડૂતો પર જંગલી ભૂંડનો હુમલો, ખેડૂતો લોહી લુહાણ

 
Panchmahal

અટલ સમાચાર, ડેસ્ક

પંચમહાલના કાલોલનાં વ્યાસડા ગામે ત્રણ ખેડૂતો પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. 80 વર્ષના ખેડૂત ઘાસ ચારો કાપી રહ્યા હતાં તે દરમિયાન જંગલી ભૂંડોએ હુમલો કરતા ખેડૂત લોહી લુહાણ થઈ ગયો હતો. ભૂંડના હુમલાથી ખેડૂતને બચાવવા વચ્ચે પડેલા બે ખેડૂતોને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.