દુ:ખદ@ભરૂચ: અઢી વર્ષની દીકરીની નજર સામે જ પરિણીતાએ ગોલ્ડન બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી
અટલ સમાચાર, ડેસ્ક
નર્મદા નદીમાં મહિલાએ કૂદીને આપઘાત કર્યો છે. ગોલ્ડન બ્રિજ પર દીકરી સાથે પહોંચેલી મહિલાએ નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે. મહિલાના મૃતદેહની શોધખોળ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. મહિલાએ આપઘાત શા માટે કર્યો તે દિશામાં પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે.
આ તરફ મહિલા કોણ હતી તેણે શા માટે નદીમાં છલાંગ લગાવી તે સહિતના સવાલોના જવાબ પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. ઘટના અંગે જાણ થતાં અહીંથી પસાર થતા લોકો અટકી ગયા હતા અને બનાવ અંગે જરુરી જગ્યાઓ પર જાણ કરવામાં આવી હતી. આ પછી ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, પોલીસે અહીં હાજર લોકોની સાથે વાતચીત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા નદીમાં મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં બોટ લઈને છલાંગ લગાવનારી મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે.
મહિલાએ તેના પતિ અને અઢી વર્ષની દીકરીની નજર સામે જ નદીમાં મોતની છલાંગ લગાવી છે. જેના કારણે આ કોઈ ઘરકંકાશનો કેસ છે કે પછી કોઈ અન્ય મુદ્દો આ ઘટના પાછળ રહેલો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પતિની આ અંગે વધુ પૂછપરછ કરીને પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરી રહી છે.