દુ:ખદ@હિંમતનગર: 21 વર્ષીય યુવકને મધરાત્રે હાર્ટ એટેક આવતા મોત, પરિજનો શોકમગ્ન

 
Heart Attack

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠાના હિંમતનગરના 21 વર્ષના કેવિન રાવલનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. કેવિન રાવલ મોડી રાત્રે ઘરમાં ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના હાજર ડૉક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકે આ વર્ષે જ રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અચાનક યુવાન પુત્રના અકાળે મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા.

નોંધનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા જ અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હર્ષ સંઘવી નામનો યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા, જેમાં જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું અને સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું.