ચકચાર@સુરત: 27 દિવસની બાળકીને દૂધ પીવડાવ્યા બાદ નાકમાંથી નીકળ્યું, બેભાન થયા બાદ દીકરીનું મોત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કતારગામ વિસ્તારમાં એક માસૂમ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર 27 દિવસની બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તેના નાકમાંથી તે નીકળવા લાગ્યું હતું. જેથી હોસ્પિટલ લઈ જવાતા તેનું મોત નીપજ્યું હતું.

કતારગામ વિસ્તારમાં આવેલા મગનનગર-2 માં રહેતા વિપિન વ્યાસની 27 દિવસીય બાળકીને આજે માતાએ દૂધ પીવડાવ્યું હતું. બાળકી થોડી બીમાર જેવી લાગતી હતી. જોકે દૂધ પીધાના ગણતરીના સમયમાં જ તે નાક વાટે બહાર નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અચાનક જ કંઈ સમજાય તે અગાઉ બાળકી બેભાન થઈ ગઈ હતી.

બાળકીના પિતા વિપિને કહ્યું કે, બાળકીને દૂધ પીવડાવતા સમયે નાકમાંથી દૂધ આવતા બાળકી બેહોશ થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવી હતી. અહિં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસી હતી. જોકે તે મૃત હોવાનું કહ્યું હતું. બાળકીને ખાસ કોઈ મોટી બીમારી નહોતી.