દુ:ખદ@રાજકોટ: 33 વર્ષીય યુવાનનું મધરાત્રે હાર્ટ એટેકથી થયું મોત, પરિવારજનો શોકમગ્ન
Updated: Oct 16, 2023, 13:45 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યના રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે 33 વર્ષના રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મધરાત્રે ત્રણ કલાકે યુવાનની તબિયત અચાનક લથડી હતી. ઘરમાં બેભાન થઈ ગયો હતો.
નોંધનીય છે કે પરિવારજનોએ તાત્કાલિક રાજકોટ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવા લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાન રાજકોટના ગીતગુજરી સોસાયટીમાં વસવાટ કરતો હતો. યુવાનનું અકાળે મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો છે. આ પહેલા પણ રાજ્યના વિવિધ શહેરોમાંથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના મામલામાં સતત વધારો જોવા મળ્યો હતો.