દુ:ખદ@રાજકોટ: હાર્ટ એટેકથી 42 વર્ષીય વ્યક્તિનું મોત, બાળકો પિતાવિહોણા બન્યા
Updated: Oct 28, 2023, 13:40 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એેટેકને કારણે મોત થયું છે. 42 વર્ષીય શક્તિસિંહ ઝાલા નામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા હતા જેને કારણે બેભાન હાલતમાં તેમણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક વોટર સપ્લાયનું કામ કરતા હતા, સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.