ક્રાઇમ@વાપી: 6 વર્ષની બાળાનું શખ્સે કર્યું અપહરણ, નદી કિનારે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
Oct 24, 2023, 15:25 IST

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના વાપીમાંથી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું અને તેને ભાગીને લઈ ગયો હતો. ત્યારબાદ બાળકીની હત્યા કરેલી હાલતમાં ડુંગરી ફળીયા પાસે પસાર થતી દમણગંગા નદીના કિનારેથી લાશ મળી આવી હતી.

બાળકીની હત્યા કેમ કરવામા આવી તેનું કારણ હજૂપણ અકબંધ જણાઈ રહ્યુ છે, તો હાલ વાપીના ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધી CCTV ફુટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહને જોઈને પરિવારે કલ્પાંત કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ઝીંણવટતા પૂર્વક તપાસ આદરી છે. પોલીસે તમામ સ્થળોએ નાકાબંધી કરીને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે.