ઘટના@દાંતીવાડા: યુવક પર રીંછે કર્યો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ

 
Dantiwada

અટલ સમાચાર, ડેસ્ક

દાંતીવાડા તાલુકાના ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડેરીગામના આયદાનભાઈ ગોકળાજી રબારી નામના યુવક પર રીંછે હુમલો કરી માથા અને પગના ભાગે બચકા ભરતા આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર રીંછના હુમલાની ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કરતાં ગામ લોકોમાં બહેનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ વનવિભાગને પણ કરવામાં આવી છે. આ અગાઉ બનાસકાંઠાના અમીરગઢમાં પણ રીંછે હુમલો કર્યો હતો.