કાર્યવાહી@પાલનપુર: દાગીના સહિત 6 કરોડની લૂંટ કેસમાં મોટી અપડેટ, પાટણ LCBએ ઇસમોને ઝડપ્યા

 
Robbery

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના સોના- ચાંદીનો વેપારી ગઇકાલે સાંજે પાલનપુર જતા ચડોતર પાસે લૂંટાયો હતો. પારી મોટા પ્રમાણમાં સોનું લઈને ડીસાથી પાલનપુર જતો હતો તે દરમ્યાન ચડોતર પાસે તેની કારને આંતરીને 6 વ્યક્તિઓએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ ઘટના બાદ પાલનપુર પોલીસે દરેક જિલ્લામાં એલર્ટનો મેસેજ અને નાકાબંધી કરી હતી. જેને લઈ પાટણ એલસીબી પણ એક્શનમાં આવી હતી.

બનાસકાંઠાના પાલનપુર પાસે થયેલી 10 કિલો સોનાની લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુરમાં થયેલી 10 કિલો સોનાની લૂંટને લઈને ડીસા ડીવાયએસપી, પાલનપુર ડીવાયએસપી, 4 પીઆઇ. એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસ તપાસમાં જોતરાઈ હતી. આ તરફ પાટણ LCBની ટીમે આરોપી ઇસમોને ઝડપી પાડ્યાં છે. ટેકનિકલ સર્વિલન્સ અને સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો છે.