કાર્યવાહી@સુરત: ગણેશ વિસર્જન માટેના પાણી ભરેલા ખાડામાં બાળક ડૂબી જતા મોત, ખાડો ખોદનાર સામે ફરિયાદ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ડીંડોલીમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીના રહીશોએ ગણેશ વિસર્જન માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત થયું હતું. પરિવારમાં ત્રણ સંતાન પૈકી સૌથી નાના પુત્રનું મોત થયું હતું. 304 મુજબ અજય શુભાષ કહાર અને સુબોધ શર્મા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.

નવાગામ ડીંડોલી ખાતે આવેલ શ્રીનાથનગરમાં રહેતા રાજેશભાઇ ચૌહાણ જરીનું કામ કરી પત્ની અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. રાજેશભાઇનો સૌથી નાનો પુત્ર સત્યમ( 5 વર્ષ) છે. સોસાયટીના લોકોએએ ગણેશજીની મૂર્તિઓના વિસર્જના માટે સોસાયટીમાં જ 10 ફૂટ ખાડો ખોધ્યો હતો. સત્યમ શુક્રવારે બપોરે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. સત્યમ લાપતા થતાં તેની માતાએ શોધખોળ કરી હતી. જેમાં આખરે ખાડામાંથી સત્યમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેમજ શાસક પક્ષના નેતા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

આ બનાવ અંગે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકો દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. વિસર્જન કર્યા બાદ પુરાણ ન કરતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખાડો ખોદીને વિસર્જન કાર્ય પુર્ણ કર્યા બાદ ત્યાં ખોડો નહીં પૂરનારા અજય શુભાષ કહાર અને સુબોધ શર્મા વિરુદ્ધ 304 મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે.