આયોજન@નર્મદા: સ્પેશિયલ વયસ્ક મહિલાઓ માટે દોડ સહિતની સ્પર્ધા યોજાઇ, સિનિયર મહિલાઓ પણ પાછળ નથી

 
Narmda

અટલ સમાચાર, ડેસ્ક

સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન થયું હતુ. એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની સ્પર્ધાઓ જિલ્લા રમત સંકુલ અને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. જેમાં 50થી વધુ સિનિયર સિટીઝન મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજનથી નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણનો એક સંદેશો પણ પ્રસર્યો છે.

સ્પેશિયલ મહિલાઓ માટેની સ્પર્ધાઓમાં જોઈએ તો એથ્લેટીક્સમાં 100 મીટર, 200 મી, 400 મી, 800 મી, 1500 મી અને 3 કિમીની દોડ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું આયોજન થયું અને તેમાં જિલ્લા રમત ગમત અધિકારી વિષ્ણુ વસાવાએ તૈયારી કરાવી હતી.

Jaherat
જાહેરાત

જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કુલ, સ્કુલના કોચિસ અને ટ્રેનર્સ દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ અવાર-નવાર આવી સ્પર્ધાઓ યોજાઈ શકે તેમ હોવાથી ભવિષ્યમાં યોજાનાર સ્પર્ધાઓમાં વડીલોને મોટી સંખ્યામાં સહભાગી બનાવવા પણ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતુ.