પરિપત્ર@ગુજરાત: આ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડા પહેરવાની સૂચના
અટલ સમાચાર, ડેસ્ક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્રથી ભારે ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હોસ્ટેલના અલગ અલગ નિયમો અને લઈને પરિપત્ર જાહેર કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા માટેની સૂચના અપાઇ છે. સાથે જ ગર્લ્સ હોસ્ટેલની અંદર ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય.
યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ભારે ચર્ચા થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ-અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ પરિપત્ર અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું છે. કુલપતિએ કહ્યું કે, આ પરિપત્ર નથી, નિયમની જાહેરાત છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યું કે, આ પરિપત્ર નથી. હોસ્ટેલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે જાહેરાત, નિયમો છે. સ્વાસ્છતા અને સંસ્કારીતાનું નિર્માણ થાય અને આ નિર્માણ અકબંધ રહે તે માટેની વાત દર્શાવવામાં આવી છે. અગાઉ આ વાત હતી જ પરંતુ તે જે-તે હોસ્ટેલ પૂરતું જ હતું. જોકે, હવે આપણે તેને વેબસાઇટ ઉપર મૂક્યું છે. કુલપતિએ જણાવ્યું કે, આ માત્ર બહેનોની હોસ્ટેલને લાગુ પડશે. આ નિયમો ગર્લ્સ હોસ્ટેલ માટે છે. આમ જનતાના સૂચનો પણ સ્વીકારાય તે માટે પબ્લિક ડોમેઇન પર મૂક્યું છે. જ્યારે આ વાત માત્ર ભોજનાલય અને પ્રાર્થનાલયમાં જાય તે પૂરતી જ છે. આ બન્ને જગ્યાએ પૂર્ણ પોષાકનીવાત કરીએ છે. જ્યારે પારદર્શિતા લાવવા માટે પબ્લિક ડોમેઇન પર મૂક્યું છે.
આ નિયમો અંગે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને પૂછતાં તેમણે જણાવ્યું કે, પરિપત્રમાં ભોજનાલય અને પાર્થનાલયમાં ટૂંકા કપડા ન પહેરવાની વાત છે. જ્યારે સામાન્ય રીતે ગર્લ્સને એટલી તો સમજ હોય છે જ કે આવી જગ્યાએ ટૂંકા કપડા ન પહેરવા જોઇએ. આપણી સંસ્કૃતિ પણ છે. બહેનોને આ બાબતે સમજ હોય છે.