કાર્યવાહી@મોડાસા: નકલી તેલના ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઇ, જાણો શું છે સમગ્ર મામલો ?
May 23, 2023, 14:17 IST

અટલ સમાચાર, ડેસ્ક
મોડાસામાં નકલી મરચા બાદ હવે નકલી તેલનો કારોબાર સામે આવ્યો છે. વિગતો મુજબ મોડાસામાં નકલી તેલના ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઇ છે. તિરુપતિ કપાસિયા તેલના નામે નકલી કંપની ચાલતી હતી. મોડાસા GIDCમાંથી ચાલતી કંપનીનો પર્દાફાશ થયો છે.
અરવલ્લી SOGએ નકલી તેલના ડબ્બાની કંપની ઝડપી પાડી છે. લક્ષ્મી પ્રોટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબ્બાનું પેકિંગ કરતા હતા. જૂના ડબ્બા પર અન્ય તેલ ભરી તિરુપતિ કપાસિયા તેલના સ્ટિકર લગાવતા હતા. SOGએ 8 ડબ્બા 36 સ્ટિકર અને 38 બુચ જપ્ત કર્યા છે. SOGએ આરોપી અમિતને ઝડપી કોપીરાઈ એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે.