ઘટના@સુરેન્દ્રનગર: રેલવે સ્ટેશને ટ્રેનમાં ચડતા પિતા-પુત્રનો પગ લપસ્યો, જાણો પછી શું થયું ?

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ પરથી અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર ટ્રેનમાં ચડતા સમયે પિતા-પુત્રનો પગ લપસી જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી.

આ અકસ્માતમાં પિતા-પુત્રને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ ટ્રેન થોભાવી બન્ને પિતા પુત્રને રેલવે ટ્રેન નીચેથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસાડવામાં આવ્યા છે.

બન્ને પિતા-પુત્ર ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા. એ પહેલા સુરેન્દ્રનગર રેલવે પ્લેટફોર્મ પર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, હાલ બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.